Friday, January 6, 2012


જીવન એક સંતાકુકડી 
ધ્યેય અને મારગ વચ્ચે 
સતત રમાતી રમત જાણે

થાય કદી રસ્તો છે સાચો
સામે જ દેખાય મંઝીલ મારી 
ત્યાં પહોચીશું તરત જાણે 

ને કદી આવે અંધારું 
ના દેખાય રસ્તો ના મંઝીલ 
ફરવું પડશે પરત જાણે 

શું માનું હું સાચું, ને
કઈ દિશા માં હું ચાલુ
પડતો નથી કાંઈ ફરક જાણે 

ચાલુ છું બસ ચાલુ છું 
જીવ ના ફોતરા છાલું છું 
મળશે માંહ્ય થી જગત જાણે 

અહા, કેવો છે આ રસ્તો મારો
ચાલો તો અંતર અજવાળે 
આનંદ છોળે નહાયા જાણે 

કોઈ દિ પડું કે કાંટા વાગે
યાદ કરું એ આનંદ મહોલ
ને રણ માં પૂર વહાયા જાણે 

પડવા માં વાંક નથી રસ્તાનો 
અશ્રદ્ધા ને સંશય છે એવા 
રસ્તા માં લૂટારા જાણે 

ના ચાલુ તો જીવન શું?
માણ્યો ના એ આનંદ જો
તો ફેરા ફોગટ ઠાલા જાણે 

જીવ ના ફોતરા છાલતા
મળે અમૃત કુંભ છલકતો 
જગ,મૃત્યુ - વિસરાયા જાણે