અહા, કેવો છે આ રસ્તો મારો
ચાલો તો અંતર અજવાળે
આનંદ છોળે નહાયા જાણે
કોઈ દિ પડું કે કાંટા વાગે
યાદ કરું એ આનંદ મહોલ
ને રણ માં પૂર વહાયા જાણે
પડવા માં વાંક નથી રસ્તાનો
અશ્રદ્ધા ને સંશય છે એવા
રસ્તા માં લૂટારા જાણે
ના ચાલુ તો જીવન શું?
માણ્યો ના એ આનંદ જો
તો ફેરા ફોગટ ઠાલા જાણે
જીવ ના ફોતરા છાલતા
મળે અમૃત કુંભ છલકતો
જગ,મૃત્યુ - વિસરાયા જાણે
No comments:
Post a Comment