Thursday, December 29, 2011


આજ મન ઉડી ઉડી ને જાય
પ્રભુ ચરણો માં સૂખ છલકાય

અંતઃકરણ ના દરિયા માં ડૂબે
સંશય ના વમળો ઘેરાય
કામ ક્રોધ લોભ મોહ રૂપી ગ્રાહ ના
જડબામાં વળી જક્ડાય

અહંકાર ના ઊંચા ડુંગરા બનાવી
ઊંડી ખાઈઓ માં પાછું પછ્ડાય
તર્ક-વિતર્ક ને વાદવિવાદ માં
કદી પાછુ ઘેરાઈ જાય

ઠાકુર (પ્રભુ) કૃપા કે આમ છ્તાંયે
લીલા સ્મરણોમાં ફરી જોડાય
આતમ ને પકડી નિર્મળ બને
ને પછી શરણાગત પ્રભુને થાય

No comments:

Post a Comment