ભાગ્ય જાગ્યા દુઃખડાં ભાગ્યા હરિ રે હરિ
પ્રભુ, અંતર માં પ્રગટ લાગ્યા હરિ રે હરિ
સાધના ફળી રે મારી જનમોજનમ ની
ઉત્તિષ્ઠત જાગ્રત ની હાક સાંભળી
માનવ દેહ ને દુઃખ મળ્યાં કરૂણા કરી
પ્રભુ કૄપા કે મળ્યાં વિવેકાનંદ ગુરુહરિ
પ્રગટ ને પરોક્ષ ની ભ્રાંતિ રે ગઈ
અપરોક્ષ ની અનુભૂતિ વિશ્વ માં થઈ
ઠાકુર પરબ્રહ્મ ને મા જગદેશ્વરી
શરણાગત ને સ્વીકારો દોષો વીસારી
No comments:
Post a Comment