મા, તમારા ચરણો માં હું જીવન અર્પું મારું
એવી શ્રદ્ધા થી, એવી ભક્તિ થી, હું જીવન મારું ઊજાળું
દોષ કોઈના જોઉં નહિ, હું મારી જ ભૂલો સુધારું
વાતો કરું ના હું ખાલી, જીવન માં ધર્મ ઊતારું
૦ એવી શ્રદ્ધા થી, એવી ભક્તિ થી, હું જીવન મારું ઊજાળું
કષ્ટો સહું બોલ્યા વિના, ના આંખોય મારી ભીંજાવું
સ્મરણ રાખું તમારું, દુઃખ ને ય પ્રભુનો પ્રેમ જાણું
૦ એવી શ્રદ્ધા થી, એવી ભક્તિ થી, હું જીવન મારું ઊજાળું
સુખ માં કદી હું બહેકું નહિ, અહંકાર ના ફૂલાવું
અનુભવ કરી આતમ નો, સુખદુઃખ થી પર જાઉં
૦ એવી શ્રદ્ધા થી, એવી ભક્તિ થી, હું જીવન મારું ઊજાળું
શ્વાસે શ્વાસે થાય નામ રટણ, એક પળ પણ ના હું ગુમાવું
શુદ્ધ કરી અંતર મારું, શરણાગત હું થાઉં
૦ એવી શ્રદ્ધા થી, એવી ભક્તિ થી, હું જીવન મારું ઊજાળું
No comments:
Post a Comment