Thursday, December 29, 2011


ના માંગુ ના માંગુ પ્રીતમ
પ્રીત વિના કાંઈ ના માંગુ
ભવ ભાંગુ ભવ ભાંગુ હું 
તુજ નામ લઈ ભવ ભાંગુ

તવ વિશ્વાસે રમતો ભમતો
જગ માંહી સળવળતો
ચઢુ પડુ ટટળું નિંદર માં
તુજ સ્પર્શ થકી હું જાગું

તું જ માત પિતા ને બંધુ
સાથી મુજ ને સખા પણ તુ
વર દે, ભૂલું તુજ ને તો
પ્રાણ મારા હું ત્યાગુ

દાસ થવું ગમે મુજને
ગમે થવું પ્રિયતમ ના મીત
શરણાગત ના ઠાકુર થી
બસ પ્રેમ નો પ્યાલો માંગુ

ના માંગુ ના માંગુ પ્રીતમ
પ્રીત વિના કાંઈ ના માંગુ
ભવ ભાંગુ ભવ ભાંગુ હું 
તુજ નામ લઈ ભવ ભાંગુ

No comments:

Post a Comment