હવે મન ઝૂમો માધવ ના સંગમાં
વા'લો રમે રોમે રોમે અંગે અંગ માં
સૂતી'તી હું તો, એ આશ છોડી કે
વા'લો દર્શન દેશે આ જીવનમાં
થઈ પધરામણી હૈયે એની કે
હું તો નાચી ઊઠી આનંદમાં
૦ હવે મન ઝૂમો માધવ ના સંગમાં
અધર રસ પીધો એના નામ જપન માં
ને ઉન્મત્ત થઈ એના મદમાં
લહેરાતી ચાલે ચાલું હવે કે
મેં તો લાજ મૂકી એ ચરણમાં
૦ હવે મન ઝૂમો માધવ ના સંગમાં
એકજ મિલનમાં રોમેરોમ વસીયો
વા'લે રાસ રચ્યાં મધુવનમાં
રોજે રોજ રમું ને રોજે રોજ માણું
હું તો રંગાઈ એના રંગમાં
૦ હવે મન ઝૂમો માધવ ના સંગમાં
મે'ર કરી ને વા'લે સાચું સૂખ દીધું
થઈ શરણાગત એ ચરણમાં
ભૂલાયું જગ ને ભૂલાઈ જાત
હું તો થઈ રમઝોળ હરિ અંગમાં
૦ હવે મન ઝૂમો માધવ ના સંગમાં
વા'લો રમે રોમે રોમે અંગે અંગ માં
સૂતી'તી હું તો, એ આશ છોડી કે
વા'લો દર્શન દેશે આ જીવનમાં
થઈ પધરામણી હૈયે એની કે
હું તો નાચી ઊઠી આનંદમાં
૦ હવે મન ઝૂમો માધવ ના સંગમાં
અધર રસ પીધો એના નામ જપન માં
ને ઉન્મત્ત થઈ એના મદમાં
લહેરાતી ચાલે ચાલું હવે કે
મેં તો લાજ મૂકી એ ચરણમાં
૦ હવે મન ઝૂમો માધવ ના સંગમાં
એકજ મિલનમાં રોમેરોમ વસીયો
વા'લે રાસ રચ્યાં મધુવનમાં
રોજે રોજ રમું ને રોજે રોજ માણું
હું તો રંગાઈ એના રંગમાં
૦ હવે મન ઝૂમો માધવ ના સંગમાં
મે'ર કરી ને વા'લે સાચું સૂખ દીધું
થઈ શરણાગત એ ચરણમાં
ભૂલાયું જગ ને ભૂલાઈ જાત
હું તો થઈ રમઝોળ હરિ અંગમાં
૦ હવે મન ઝૂમો માધવ ના સંગમાં
No comments:
Post a Comment