ઠાકુર, નાથ! તવ કૃપાબિંદુ, પામીને હરખાઉં હું
તવ ચરણો માં સ્થાન લઈને જગને તો વિસરાવું હું
અનેક પાશે બંધિત મારું, અસ્તિત્વ નું જીવંત શમણું
તુજ દ્રષ્ટિ ના જ્ઞાનકિરણ માં, અનાયાસે પીગળાવું હું
ઉત્તિષ્ઠ ના પ્રચંડ ઘોષે ચિરનિંદ્રા વિખરાઈ ગઈ
જાગી જઈ વિવેક વીર ના યોદ્ધા બની જશ ગાવું હું
નાથ વધુ તો શું કહું, નાં કાંઈ સાધન તપ કરું
થઇ શરણાગત ઠાકુરને, જીવતાં જ મૂક્તિ પામું હું
No comments:
Post a Comment