Thursday, December 29, 2011

પ્રભુજી મારા, શીદને સતાવો આમ
એકલો મૂક્યો મુજને જગ માંહી, ના રે બતાવો ઠામ?
 
માતા પિતા સહોદર સૂત ને 
પ્રિયા એ છોડ્યો સંગાથ
દેહ ચાલ્યો, મન પણ તૂટ્યૂં
ના આવ્યું કોઇ કામ ................૦ પ્રભુજી મારા 
 
જીવન મૃત્યુ તણી આ હોડ માં
ના કોઇ જોયું બડભાગ 
દોડાવ્યા ઘોડા જગ માંહી
ના રે તાણી લગામ................૦ પ્રભુજી મારા
 
આતમ થયો રાખ બળીને
ચૈતન્ય ઠંડુગાર 
આવી મળો કે મળાવો સદ્ ગુરુ
વિવેક આનંદ રૂપ નામ............૦ પ્રભુજી મારા
 
ઠાકુર થયા છો મુજ ભૂંડા ના
શરણાગત ના આધાર 
ચરણ શરણ નુ દઈ વરદાન 
પમાડો આનંદ ધામ
પ્રભુજી મારા, શીદ ને સતાવો આમ,
એકલો મૂક્યો, મુજ ને જગ માંહી, ના રે બતાવો ઠામ?

No comments:

Post a Comment