Thursday, December 29, 2011


મા, તુજને શું કહું
હું જ અહીં ભટકેલો
સમજું કાંઇ રમત કરું ને
ઝાંઝવા માં અટકેલો

તુજ ચરણો ની નિરાંત માં થી
વમળ માં સપડાઈ ગયો
અહં ના ઊંચા શૃંગે થી
પાતાળો માં પટકેલો

ચિરદગ્ધ આ ચિત્તમાં
શીતળતા નું ઝરણું તુ
પ્રેમ નુ નિર્મળ સરોવર તુ
ને હું જનમો નો તરસેલો
મા, તુજને શું કહું
હું જ અહીં ભટકેલો

No comments:

Post a Comment