ઊડજે હંસલા ઊડજે, સદા મુક્ત આકાશ માં
ઊગ્યો સૂરજ જ્ઞાન ભરીને, થાઓ આલોકિત પ્રકાશ માં
લહેરો ઊઠે કર્મ રૂપી, જગત જળ રાશી એ
ખીલ્યા જો, કમળ ભક્તિ તણા, જગ-જળ ની ખારાશ માં
કદી નીચે આવે તો, રહેજે કમળો વચ્ચે
લહેરો મધ્યે તરજે, પણ ડૂબીશ ના કોઈ આશ માં
સત્ય ધર્મ ની નૌકા માં, રહેજે તું નિર્ભય બની
સાચવજે શીલ રૂપી પંખ, બંધાઈશ ના તું પાશ માં
તું છે ચિદાકાશ નું પંખી, નથી તારે કોઈ પિંજર
ઊડતું રમતું ગાતું રહેજે, સદા મુક્ત આકાશ માં
No comments:
Post a Comment