હાલ ને ભેરુ હાલ, જગ માયા તરીએ
પ્રભુ પરમેશ્વર ને ચરણે જીવન ધરીએ
૦ હાલ ને ભેરુ હાલ...
આ જગ ના સુખ કેવા? તો ઝાંઝવા ના જળ જેવા
ઝાંઝવા પાછળ દોડી ને જીવન ના ખોઇએ
૦ હાલ ને ભેરુ હાલ...
સંસારી સગપણ કેવા? તો નદી ની ધાર જેવા
નદી ની ધાર માં તરીએ પણ તણાઈ ના જઈએ
૦ હાલ ને ભેરુ હાલ...
મન ના તરંગો કેવા? તો સમીર ની ગતિ જેવા
વહેવા દઈએ મંદ એને વશ ના થઈએ
૦ હાલ ને ભેરુ હાલ...
સત્ય ને ધર્મ કેવા? તો પહેરેદારો જેવા
એમની પહેરેદારી માં નિર્ભય થઇ રહીએ
૦ હાલ ને ભેરુ હાલ...
પ્રભુ પ્રિયતમ કેવા? પ્રેમામૃત ના સાગર જેવા
જોઈ ના રહીએ એને એમાં ડૂબી જઈએ
૦ હાલ ને ભેરુ હાલ...
No comments:
Post a Comment